જાન્યુ કે ગુજરાતની કમાણી કેટલી વધી? જાન્યુઆરીમાં GST આવકમાં 13%નો મોટો ઉછાળો 💰

ગાંધીનગર:
ગુજરાત માટે આર્થિક રીતે સારા સમાચાર સામે આવ્યા છે. જાન્યુઆરી 2026 દરમિયાન રાજ્યની GST આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, સેટલમેન્ટ બાદની સ્ટેટ GST (SGST) આવકમાં વર્ષદરવર્ષ 13 ટકાનો વધારો નોંધાયો છે.

જાન્યુઆરી 2026માં ગુજરાતે ₹7,742 કરોડની SGST આવક નોંધાવી છે, જે જાન્યુઆરી 2025માં ₹6,873 કરોડ હતી. આ વધારો રાજ્યની મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને ટેક્સ કંપ્લાયન્સમાં થયેલા સુધારાનું સૂચક માનવામાં આવી રહ્યો છે.

જો સેટલમેન્ટ પહેલા ના આંકડાઓ પર નજર કરીએ તો, રાજ્યે જાન્યુઆરી 2026માં ₹4,338 કરોડ SGST વસૂલ્યા છે, જે ગયા વર્ષે આ જ મહિનામાં ₹4,025 કરોડ હતા. એટલે કે અહીં પણ અંદાજે 8 ટકા વધારો જોવા મળ્યો છે.

સમગ્ર દેશની વાત કરીએ તો, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની SGST આવકમાં સરેરાશ 6 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં સેટલમેન્ટ બાદ SGST આવક ₹91,731 કરોડ સુધી પહોંચી છે.

અન્ય રાજ્યોની તુલનામાં હરિયાણાએ સૌથી વધુ 27 ટકા વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે મણિપુર અને દાદરા-નગર હવેલી અને દમણ-દિવમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. જોકે, ઝારખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં GST આવકમાં ઘટાડો નોંધાયો છે.

આ આંકડાઓ હજી (provisional) હોવા છતાં, ગુજરાતમાં સતત વધતી GST આવક રાજ્યમાં સ્થિર વપરાશ, વ્યવસાયિક પ્રવૃત્તિ અને ટેક્સ પાલન મજબૂત બનતું જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ કરે છે.

2 thoughts on “જાન્યુ કે ગુજરાતની કમાણી કેટલી વધી? જાન્યુઆરીમાં GST આવકમાં 13%નો મોટો ઉછાળો 💰”

Leave a Comment